Drinking water Pollution

           (સ્વાસ્થ્ય અભિયાન - ૧ )

અશુદ્ધ પીવાનું પાણી - રોગો લાવે તાણી!

    નરી આંખે જોતા જે પાણી શુદ્ધ લાગે તે ખરેખર પીવા લાયક છે તે જરૂરી નથી! પાણી માં અસંખ્ય, અદ્રશ્ય અને અતિસુક્ષમ અશુદ્ધિઓ હોય છે: જેવી કે સુક્ષમ જીવો , રસાયણો, કે પછી કુદરતી પદાર્થના કણો.

    પીવાનું પાણી વપરાશમાં લેવાતા પહેલા ઘણા માધ્યમોમાંથી પસાર થઈને આપણા ઘરમાં પહોંચે છે. 

    વરસાદથી જમીન પાર ઉતરેલું પાણી, જમીનમાં અંદર ઉતારે છે. વરસાદનું પાણી જે જમીનના સ્તરોમાંથી પસાર થાય છે તે જમીનમાં રહેલા રસાયણો, સુક્ષમ જીવો કે અન્ય અશુદ્ધિઓ ને પોતાની સાથે વહાવી ને જમીનના પેટાળમાં અંદર ઉતારે છે.

    તે પાણી ફરીથી કુવા - તળાવોમાં જેવા ઉદ્ભવ સ્થાનોમાં જમા થઇ છે. જ્યાં તે અન્ય કુદરતી અશુદ્ધિઓ અને આસપાસમાં વપરાયેલા રસાયણો પોતાની સાથે સામેલ કરે છે. 

    ખેતીમાં વપરાતા રાસાયણિક ખતરો અને જંતુનાશકો વરસાદના પાણી જોડે કુવા - તળાવો માં જમા થાય છે અને પાણીમાં રાસાયણિક ઝેર વધારે છે. કપડાં ધોવાના સાબુ કે રોજિંદા જીવનમાં વપરાતા અન્ય રસાયણો પણ પાણીમાં મળીને પાણીને રસાયણો યુક્ત કરે છે.

     પાણીના ઉદ્ભવ સ્થાનોમાંથી તે પાણી ગામના ટાંકાઓ કે વ્યક્તિગત વપરાશના ટાંકાઓ જેવા સંગ્રહસ્થાનોમાં સંગ્રહ કરાય છે. જ્યાં તે પાણીમાં અન્ય અશુદ્ધિઓ ભળે છે અને અંદર રહેલા સુક્ષમ જીવો વૃદ્ધિ પામે છે.

👉  પીવાનું પાણી એ રોગો માટે જવાબદાર કઈ રીતે હોઈ શકે? 

    હાલમાં ૪૫%થી વધારે રોગો પાણીજન્ય છે જે અશુદ્ધ પાણીથી થાય છે. ઘણાબધા રોગો જેવા કે અપચો, કબજિયાત, ઝાડા, ઉલ્ટી, પથરી, કુપોષણ ઉપરાંત એનિમિયા પણ પાણીજન્ય રોગો સાથે સંકળાયેલા છે. 

          અશુદ્ધ પાણીમાં ઘણા વાયરસ, બેક્ટેરિયા, સુક્ષમજીવાણુઓ અને કૃમિ હોય છે જે શરીરમાં દાખલ થાય તો આંતરડામાં જમા થાય છે અને હાનિકારક પરિસ્થિતિનું સર્જન કરે છે. 

          આ પરોપજીવી કૃમિઓના ઉપદ્રવથી આંતરડામાં સોજો આવી જાય છે અને ત્યાં લોહી જવાથી અને તે જીવાણુઓ લોહી વાપરવાથી શરીરમાં રક્તની કમી જણાય છે. આંતરડામાં રહેલા પરોપજીવી સૂક્ષ્મ જીવો ખોરાકમાં રહેલા પોષક તત્વોનું શોષણ અટકાવે છે અને તે પોષક તત્વોને પોતે વાપરે છે, જે આપણા શરીર-મગજની તંદુરસ્તી અને વિકાસ માટે જરૂરી છે.  

          કુપોષણ અને નબળાઈની સાથે સાથે, આ રીતે માણસ ઘણી બધી પાણીજન્ય પરિસ્થિતિઓ અને પાણીજન્ય રોગોનો શિકાર બને છે.



અશુદ્ધ પીવાનું પાણી - રોગ લાવે તાણી!


          આ બધામાં ઝાડા - ઉલ્ટી સૌથી વધારે જોવા મળે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. જયારે વરસાદી પાણીથી નદી-નાળા અને ખાબોચિયાઓ ભરાઈ જાય છે તે આ બધા સૂક્ષ્મ જીવોના ઉદ્ભવનું  કારણ અને નિવાસ સ્થાન પૂરું પડે છે.  
ઝાડા-ઉલ્ટીની પ્રાથમિક સારવાર - ઘરેલુ ઉપચાર માટે થોડી જાણકારી જરૂરી છે.  
                             
સૌરાષ્ટ્રમાં  કિડની ના રોગો બહુજ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જે પીવાના પાણીમાં રહેલા ઝેરી તત્વોને લીધે થાય છે. આ કિડનીના રોગનું કારણ સમજવાની અને તેને અટકાવવાની ખાસ જરૂર છે. જો આપણે સમાજને શુદ્ધ પીવાનું પાણી આપી શકીએ તો આ ૪૫% રોગોને ટાળી શકીએ. 

    અસંખ્ય દાંતના રોગો પણ પીવાના પાણીથી થાય છે. પીવાના પાણીમાં રહેલા રસાયણો ને કારણે બાળકોમાં દાંતનો સડો થાય છે. પીવાના પાણીમાં રહેલ ફ્લોરાઈડ દાંત ને પીળા અને નબળા કરે છે. 

👉 પાણી શુદ્ધિકરણ

          વર્ષો પહેલા જયારે રસાયણો નો વપરાશ ન થતો ત્યારે પાણી પણ આટલું પ્રદુષિત ના હતું, પાણીમાં રહેલી કુદરતી અશુદ્ધિઓ જેવી કે  ઝાડ-પાનના કટકાઓ, પથ્થરો, માટી વગેરે સામાન્ય પાણી ગળણાથી દૂર થઇ શકતા. હવે સામાન્ય પાણી ગળણાથી અશુદ્ધિઓ દૂર ન થઇ શકે, શુદ્ધ પાણી માટે પદ્ધતિસરનું શુદ્ધિકરણ જરૂરી છે.




👉 પાણી શુદ્ધિકરણની ઘરેલુ રીત:


💧 પીવાના પાણીને પહેલાતો સાફ ગળણાથી ગાળવું જરૂરી છે જેનાથી કોઈ મોટી અશુદ્ધિ દૂર થઇ જાય.

💧 ગાળ્યા પછી પાણીને સ્ટીલના તપેલામાં ૧૦ મિનિટ સીધી ઉકાળવું જરૂરી છે જેથી પાણીમાં રહેલ સૂક્ષ્મ જીવો દૂર થઇ જાય.

💧 ઉકાળેલ પાણી ઠંડુ થયા પછી તેમાં ધોયેલ કોથમરી રાખી ઢાંકીને રાખવું જેથી ભારે ધાતુની અશુદ્ધિ કોથમરીમાં શોષાય જાય, એ કોથમરી ને કાઢીને ફેંકી દેવી - વાપરવી નહિ.

👉 પાણી શુદ્ધિકરણની આધુનિક રીત:


          આ બધી રીતોનો સમાવેશ કરતી પાણીને શુદ્ધ કરવાની આધુનિક રીત પણ છે - RO સિસ્ટમ. 

💧 RO સિસ્ટમ એ પીવાના પાણીને શુદ્ધ કરવાનો સરળ અને સચોટ ઉપાય છે. RO સિસ્ટમ ઉપર જણાવેલ બધી રીતે પાણી શુદ્ધ કરે છે તે ઉપરાંત દુષિત પાણીને જુદું કરી નિકાલ પણ કરે છે.  

💧 સિસ્ટમમાં ગળણા જેવી આધુનિક ફિલ્ટર પણ છે, જેમાંથી પસાર થઇ પાણી એક મેમ્બ્રેન માંથી પસાર થાય છે જ્યાં સ્પેશ્યલ રીતે અશુદ્ધિઓ ને જુદી તારવીને શુદ્ધ પાણીને સ્ટોરેજ ટાંકીમાં જમા કરે છે.

💧 RO સિસ્ટમ બે રીતે ફિટ કરી શકાય: "એટ સોર્સ" RO પ્લાન્ટ એટલે કે પીવાના પાણીના સંગ્રહ / ઉદ્ભવ સ્થાને - જે બધા પાણીને શુદ્ધ કરે અને "પોઇન્ટ ઓફ  યુઝ" એટલે કે વાપરવાના સ્થાને - વ્યક્તિગત ઘરમાં.

 💧 
નાના ગામમાં પીવાના પાણીનું એક જ સંગ્રહસ્થાન હોઈ તો એક જ સિસ્ટમ વાપરી શકાય જ્યાંથી બધાને શુદ્ધ પાણી મળી શકે. મોટા શહેરોમાં જ્યાં કેન્દ્રીય સિસ્ટમ અશક્ય હોઈ ત્યાં  પોઇન્ટ ઓફ યુઝ - વપરાશના સ્થળે વાપરી શકાય.

સૌરાષ્ટ્રમાં મોટા ભાગની કિડનીની બિમારી પાણીમાં ઝેરી રસાયણોથી સંબંધિત છે. હજુ સમય રહેતા આપણે આ સમસ્યાને ઊંડા સ્તરે સમજીએ અને કિડનીના રોગને અટકાવીએ.

No comments:

Post a Comment

Old Posts