ભારતમાં દર વર્ષે ફલૂ નો ફેલાવો વધતો જ જાય છે, આ વર્ષે પણ ફલૂ ઘણા મોત નું કારણ બન્યું છે. જો આપણે ફલૂનો સમયગાળો અને ક્યાં પ્રકારના વાયરસ વધારે સક્રિય છે તે જાણી લઇએ તો ફલૂને અટકાવવાના ઉપાયો કરીને ફેલાવાને નિર્બળ કરી શકીએ.
અહીં, WHO ના ડેટા લઈને ફલૂ વાયરસ નું અવલોકન કર્યું. તે ડેટા પ્રમાણે, વર્ષમાં બે વખત ફલૂ પ્રસરે છે. પહેલી વખત ૧૦માં અઠવાડિયાની આસપાસ અને ફરીથી જયારે ચોમાસાની ઋતુ સક્રિય બને ત્યારે: ૩૩માં અઠવાડિયાની આસપાસ.
વર્ષ ૨૦૦૯ થી, મોટાભાગના ફલૂ કેસ વાયરસ AH1N12009 ના જ હતા, આ વર્ષે વાયરસ AH3 પણ સક્રિય થયો છે. ફલૂ વૅક્સિન જો એ રીતે બનાવવામાં આવે તો મહત્તમ પ્રતીકારકતા મેળવી શકાય. ભારતમાં વાયરસ B નહિવત છે.
અહીં જોઈ શકાય છે કે, જયારે H1N1 વાયરસ સૌપ્રથમ સક્રિય થયો ત્યારે: ૨૦૦૯ અને ૨૦૧૦ માં ફલૂ આઉટબ્રેક ૩૩માં અઠવાડિયામાં જ હતો. આ વર્ષની ફલૂ વાયરસ પેટર્ન વર્ષ ૨૦૧૫ જેવી છે. પ્રથમ આઉટબ્રેક ૧૦માં અઠવાડિયા કરતા થોડો વહેલો થયો, પણ એજ વાયરસ છે.
પાછલા ૧૦ વરસોનાં આંકડાઓ પરથી, સંભવિત ફ્લૂ આઉટબ્રેકની નીચે મુજબની આગાહી કરી શકાય. આડી લાઈન એ સંભવિત એવરેજ ફલૂ કેસ આંકડા બતાવે છે, જે વર્ષની શરૂઆતમાં વધારે છે.
👉 સામાન્ય રીતે ફલૂ વાયરસ મોટી ઉંમરના લોકો ને અને જેની રોગ પ્રતિકારક શક્તિ અન્ય કોઈ કારણોસર નબળી થઇ ગઈ હોઈ તેને વધારે ભારે પડે છે.
👉 ફલૂ વેક્સીન ૩-૪ અઠવાડિયા પછી અસર કરે છે અને ઓંછામાંઓછી ૬ મહિના શુદ્ધિ અસરકારક રહે છે.
👉વર્ષની શરૂઆતમાં ફલૂ વૅક્સિન એવા સમયે આપવાથી, બેઉ આઉટબ્રેક સામે રક્ષણ આપી શકે.
👉 આદર્શ ફલૂ વૅક્સિન સમયગાળો ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીના શરૂઆતના અઠવાડિયામાં છે.
મર્યાદા : આ ફલૂ ડેટા એનાલિસિસ માં જો દર્દીઓ ની ઉમર પણ સામેલ હોતી તો થોડું વધારે સચોટ પરિણામ આવત. તે ઉપરાંત જો આ ડેટા રાજ્ય પ્રમાણે વિભાજીત હોત અને દરેક રાજ્યોના કેસ અને મૃત્યુ ના આંકડાઓ પણ હોત તો સચોટ અનુમાન લગાવવામાં મદદ થાત.
Old Posts
-
"प्यार के पंख लगा के" १ एक अनोखी सी लड़की - ऐंजी गुजरात के रदय समां सौराष्ट्र में एक छोटासा गांव है हरिपुर, वहां ए...
-
ખેતી - કેવી રીતે સમૃદ્ધ બનાવવી? આજકાલ બધે સાંભળવા મળે છે તે ઓર્ગેનિક ખેતી કઈ નવી પદ્ધતિ નથી, આપણા વડવાઓ વર્ષોથી કર...
-
રક્તકોષોની ખામી - જાગૃતિ અને સારવાર (સ્વાસ્થ્ય અભિયાન - 3) 📛 એનિમિયા એટલે શું? ⌛ એનિમિયા એ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં રક્...
-
શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, મોટી મારડ ૐ નમઃ શિવાય આજની પેઢી કોઈ પણ મંદિર કે ધાર્મિક સ્થળમાં આસ્થા જરૂર રાખે છે સા...
-
ભારતમાં દર વર્ષે ફલૂ નો ફેલાવો વધતો જ જાય છે, આ વર્ષે પણ ફલૂ ઘણા મોત નું કારણ બન્યું છે. જો આપણે ફલૂનો સમયગાળો અને ક્યાં પ્રકારના ...